KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હોર્મુઝ સંકટ વચ્ચે દુનિયામાં ઓઈલ અને ગેસના સપ્યાલ પર જોખમ, ભારત પર થશે કેટલી અસર ?

હોર્મુઝ સંકટે દુનિયામાં ઊર્જાના પૂરવઠાના જોખમો ઊજાગર કરી દીધા છે. આવા સમયે મોટો સવાલ એ છે કે હવે મોટું સંકટ આવશે તો ભારત સહિત દુનિયાના દેશ તેમની જરૂરિયાત કેવી રીતે પૂરી કરશે?

KuberaNow
desk@kuberanowPublished On : 21 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Crude Oil Brent
AI Generated Image

દુનિયાનો ઊર્જા સપ્લાય સૌથી મહત્વના સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી પર આવેલા સંકટે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. આ રસ્તા પર દૈનિક અંદાજે 2.1 કરોડ બેરલ ઓઈલ પસાર થાય છે. એવામાં આ માર્ગે સપ્લાય રોકાવાની અસર માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ પર નહીં પરંતુ આખી દુનિયાના અર્થતંત્ર પર પડી શકે છે. મેકેન્ઝી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ (MGI) મુજબ 2026માં હોર્મુઝ સંકટ વચ્ચે દુનિયાના અંદાજે 14 ટકા ઓઈલ અને ગેસ સપ્લાય પર અસર થઈ, જે 1970ના દાયકાના મોટા ઓઈલ ઝટકાથી બમણા કરતાં વધુ હતી.


MGIના અંદાજ મુજબ હોર્મુઝ સંકટ દરમિયાન બજારથી બહાર થયેલા ઓઈલ સપ્લાયનો અંદાજે 45 ટકા હિસ્સો વપરાશ ઘટાડીને સ્થિતિ સંભાળવામાં આવી હતી. આ જથ્થો અંદાજે દૈનિક 65 લાખ બેરલ જેટલો હતો. ચીને ઓઈલની આયાત ઘટાડી જ્યારે અમેરિકાએ એક્સપોર્ટ વધારી હતી. તેનાથી બજારને કંઈક રાહત મળી. જોકે, આ સંકટે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો કે ઓઈલના સંગ્રહ અને વૈકલ્પિક સપ્લાયની પણ પોતાની મર્યાદાઓ છે.


વૈકલ્પિક માર્ગ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી

હોર્મુઝ સંકટ સમયે ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો અને સંગ્રહ ઘટવા લાગ્યો. સાઉદી અરબની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનમાં આવેલા અવરોધોએ પણ મુશ્કેલી વધારી છે. આ પાઈપલાઈન હોર્મુઝના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેમાં મુશ્કેલી આવતા સ્પષ્ટ થયું કે માત્ર બીજો રસ્તો તૈયાર કરવો પર્યાપ્ત નથી. તેની ક્ષમતા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી કનેક્ટિવિટી પણ જરૂરી છે.


અન્ય સમુદ્રી માર્ગો માટે પણ જોખમ

MGI મુજબ, દુનિયાના અંદાજે બે તૃતિયાંશ ઊર્જા કારોબારનો માર્ગ સમુદ્રી ચેકપોઈન્ટ્સથી પસાર થાય છે. સ્ટ્રેટ ઓફ મલક્કાથી દૈનિક અંદાજે 2.3 કરોડ બેરલ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદન પસાર થાય છે. સુએઝ કેનાલ, બાબ અલ-મંદેબ અને પનામા કેનાલ પણ મહત્વના માર્ગ છે. આ રસ્તા પર સંકટ આવતા જહાજોએ લાંબો રસ્તો અપનાવવો પડી શકે છે, જેનાથી પરિવહન ખર્ચ અને સમય બંને વધે છે.


ભારત માટે ચિંતા વધી

ભારત દુનિયાના સૌથી મોટા ઉર્જા આયાત કરતા દેશમાંનો એક છે. એવામાં હોર્મુઝ સંકટ આવતા દેશના ઓઈલ અને ગેસ સપ્લાય પર અસર થઈ શકે છે. MGI મુજબ ભારત અને ચીનના અંદાજે 84 ટકા ઊર્જા વેપાર સમુદ્રી ચોકપોઈન્ટ્સથી પસાર થાય છે. તેથી ભારત માટે અલગ અલગ દેશો પાસેથી ઓઈલની ખરીદી, રણનીતિક પેટ્રોલિયમ રિઝર્વ વધારવી અને વૈકલ્પિક શિપિંગ રૂટ તૈયાર રાખવી મહત્વનું થઈ ગયું છે.


મોંઘા ગેસના કારણે ભારત સહિત અનેક એશિયન ખરીદદારો ઊર્જા જરૂરિયાત પૂરી કરવા કોલસા અને ઓઈલ તરફ વળ્યા હતા. MGIના અંદાજ મુજબ નવા ઊપાયોથી 2030 સુધી કોઈ મોટા સંકટની સ્થિતિમાં હોર્મુઝ પહેલા ઓઈલ પ્રવાહના અંદાજે 35 ટકાથી 70 ટકા કવર કરી શકાય છે. જોકે,સંપૂર્ણ સપ્લાય સુરક્ષિત રાખવો હજુ પણ દુનિયાના દેશો માટે મોટો પડકાર છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM