RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
RBIના નવા નિયમોનો હેતુ InvIT અને REITમાં કરવામાં આવતા રોકાણના મૂલ્યાંકનને વધુ સ્પષ્ટ, પારદર્શક અને નિયમનકારી ધોરણો સાથે સુસંગત બનાવવાનો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ Infrastructure Investment Trusts (InvITs) અને Real Estate Investment Trusts (REITs)ના વેલ્યુએશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને All India Financial Institutions (AIFIs) માટે લાગુ કરવામાં આવ્યા છે. RBIના નવા નિયમોનો હેતુ InvIT અને REITમાં કરવામાં આવતા રોકાણના મૂલ્યાંકનને વધુ સ્પષ્ટ, પારદર્શક અને નિયમનકારી ધોરણો સાથે સુસંગત બનાવવાનો છે.
InvIT અને REIT શું છે?
InvIT (Infrastructure Investment Trust) અને REIT (Real Estate Investment Trust) એવા રોકાણ માધ્યમો છે, જેના દ્વારા રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં પરોક્ષ રીતે રોકાણ કરી શકે છે. InvITમાં સામાન્ય રીતે રસ્તા, પાવર, ટેલિકોમ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સનો સમાવેશ થાય છે, જ્યારે REITમાં ઓફિસ બિલ્ડિંગ, કોમર્શિયલ પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ એસેટ્સનો સમાવેશ થાય છે.
Listed અને Unlisted એસેટ્સ માટે જુદા નિયમ
RBIના નવા માળખા હેઠળ Listed InvIT અને REITના યુનિટ્સનું મૂલ્યાંકન બજાર ભાવના આધારે કરવામાં આવશે. બીજી તરફ, Unlisted InvIT અને REIT યુનિટ્સ માટે વધુ વિગતવાર વેલ્યુએશન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. નિયમો અનુસાર, સંસ્થાઓએ રોકાણની વાસ્તવિક કિંમત અને જોખમને ધ્યાનમાં રાખીને સમયાંતરે વેલ્યુએશન અપડેટ કરવું પડશે.
AIFIs માટે કેમ મહત્વપૂર્ણ?
RBIના આ નવા નિયમો All India Financial Institutions જેવી કે મોટી નાણાકીય સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ છે. આવી સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરે છે. નવા નિયમોથી રોકાણના મૂલ્યાંકનમાં એકરૂપતા આવશે અને બેલેન્સ શીટમાં એસેટ્સનું યોગ્ય પ્રતિબિંબ જોવા મળશે.
રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા. સેક્ટર પર અસર
નિષ્ણાતોના મતે, InvIT અને REIT માર્કેટના વિકાસ માટે પારદર્શક વેલ્યુએશન સિસ્ટમ જરૂરી છે. નવા નિયમોથી રોકાણકારોનો વિશ્વાસ વધવાની શક્યતા છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ વધતું હોવાથી REIT અને InvIT જેવા સાધનોનું મહત્વ પણ વધી રહ્યું છે. આ નિયમોથી નાણાકીય સંસ્થાઓને જોખમનું વધુ સચોટ મૂલ્યાંકન કરવામાં મદદ મળશે અને રોકાણ પ્રક્રિયા વધુ મજબૂત બની શકે છે.
RBIનો ઉદ્દેશ્ય
RBI સતત નાણાકીય ક્ષેત્રમાં પારદર્શિતા અને જોખમ વ્યવસ્થાપન સુધારવા માટે નવા નિયમો લાવી રહ્યું છે. InvIT અને REIT માટેના સુધારેલા વેલ્યુએશન નિયમો પણ આ દિશામાં એક પગલું માનવામાં આવે છે. નવા નિયમો લાગુ થયા બાદ નાણાકીય સંસ્થાઓએ રોકાણના મૂલ્યાંકન, રિપોર્ટિંગ અને જોખમ વ્યવસ્થાપનમાં વધુ સાવચેતી રાખવી પડશે.
રોકાણકારો પર શું અસર થશે?
બેન્કો/ફાઇનાન્શિયલ્સની ખરીદી-વેચાણની ભૂમિકા પર અસર
બેન્કો અને AIFIs પોતાના પોર્ટફોલિયોમાં InvIT/REIT યુનિટ્સ ધરાવતા હોય છે. હવે જો કોઈ InvIT/REIT NAV સમયસર અને નિયમ મુજબ જાહેર ન કરે, તો બેન્કો માટે તેની હોલ્ડિંગની વેલ્યુ ₹1 થઈ જશે. આના કારણે બેન્કોના બુક્સમાં તે એસેટની કિંમત ઘટી જશે, જેથી તેઓ આવા યુનિટ્સમાં નવું રોકાણ કરવા અથવા વધુ ખરીદી કરવા પ્રત્યે સાવચેત બની શકે.
NAV ડિસક્લોઝર અને ટ્રાન્સપરેન્સી પર દબાણ
RBIનાં નવા નિયમનો હેતુ પારદર્શિતા વધારવાનો છે. InvIT/REIT સ્પોન્સર અને મેનેજરો પર NAV ગણતરી અને જાહેરાતમાં શિસ્ત લાવવાનું દબાણ વધશે, નહીંતર તેમના યુનિટ્સ બેન્કો માટે “₹1 એસેટ” બની જશે. આનાથી સારી ગવર્નન્સ ધરાવતા, નિયમિત NAV જાહેર કરતા InvIT/REITને ફાયદો મળશે.
લિક્વિડિટી અને “infrequently traded” યુનિટ્સ પર અસર
SEBIના નિયમ મુજબ જે યુનિટ્સ ઓછી વારંવાર ટ્રેડ થાય તેને “infrequently traded” ગણવામાં આવે છે. આવા યુનિટ્સ પર પણ બેન્કો માટે ₹1 વેલ્યુએશન લાગુ પડશે. પરિણામે, બેન્કો ઓછી લિક્વિડિટી ધરાવતા InvIT/REIT યુનિટ્સથી દૂર રહી શકે અથવા તેમની હોલ્ડિંગ ઘટાડી શકે.
MF, વીમા અને અન્ય સંસ્થાકીય રોકાણકારો માટે સંકેત
આ નિયમ સીધો બેન્કો/AIFIs માટે છે, પણ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને અન્ય સંસ્થાકીય રોકાણકારો પણ આવા સંકેતોને ધ્યાનમાં લે છે. જો બેન્કો કોઈ ચોક્કસ InvIT/REITથી દૂર જાય, તો અન્ય સંસ્થાકીય રોકાણકારો પણ સાવચેત બની શકે. આનાથી તે InvIT/REITના યુનિટ્સની માંગ અને પ્રાઈસિંગ પર અસર પડી શકે.
આ પણ વાંચો: REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

