KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ટાટા સન્સના લિસ્ટિંગની હિલચાલે ટાટા કેમિકલ્સ 20 ટકા ઉચકાયો

ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ લિમિટેડ, ટાટા પાવર લિમિટેડ, ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઉચકાયા હતા.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ટાટા સન્સ
AI GENERATED IMAGE

અમદાવાદઃ ટાટા સન્સના લિસ્ટિંગની હિલચાલે ટાટા જૂથના શેરો ઉચકાયા છે. ટાટા કેમિકલ્સનો શેર 20 ટકા ઉચકાયો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ લિમિટેડ, ટાટા પાવર લિમિટેડ, ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 20 ટકા સુધી ઉચકાયા હતા.


ટાટા કેમિકલ્સનો શેર 20 ટકાની અપર સર્કિટે લોક થઈ ગયો હતો. ટાટા ઇન્વેસ્ટમેન્ટનો શેર મંગળવારે 13 ટકા પ્લસ હતો. નિફ્ટી 500 ઇન્ડેક્સના બંને શેર ટોપ ગેઇનર હતા. ટાટા મોટર્સનો શેર 4.5 ટકા સુધી વૃદ્ધિ પામ્યો હતો. જ્યારે ટાટા સ્ટીલના શેરના ભાવમાં પણ વૃદ્ધિ થઈ હતી.


બ્રોકરેજના અંદાજ મુજબ ટાટા સન્સનું મૂલ્ય રૂ. 10 લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે. ટાટા ગ્રુપની કંપનીઓમાં જોઈએ તો ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ટાટા સન્સમાં 3.06 ટકા અને ટાટા કેમિકલ્સ 2.53 ટકા હિસ્સો ધરાવે છે. આ ભાવે ટાટા મોટર્સનો હિસ્સો રૂ. 30,600 કરોડ થાય.


બ્રોકરેજ ફર્મ એચએસબીસીનું કહેવું છે કે ટાટા સન્સ લિસ્ટ થાય તો ટાટા કેમિકલ્સ માટે 13 ટકાથી લઈને 210 ટકા સુધી મૂલ્ય છૂટું થઈ શકે છે. કંપનીએ શેર માટે રૂ. 720નો ટાર્ગેટ પ્રાઇસ રાખ્યો છે. બજાર ગણતરી મુજબ ટાટા સ્ટીલનું કુલ બજારમૂલ્ય રૂ. 2.3 લાખ કરોડનું છે. તેના પરનો ઋણબોજ રૂ. 84,173 કરોડનો છે. ટાટા સ્ટીલ ટાટા સન્સના બજારમૂલ્યમાં 15 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.


ટાટા સ્ટીલ આ હિસ્સાનું મોનેટાઇઝિંગ કરી શકે તેમ છે. જો કે રિઝર્વ બેન્કનો નિર્ણય સ્થિતિ બદલી શકે છે. જો કે ત્યાં સુધી તો ટાટા સ્ટીલનો ટાટા સન્સમાં હિસ્સો તેના માટે એક એસેટ જ બની રહેવાનો છે. તેથી આ મોરચે તેને ચિંતાની કોઈ જરૂર નથી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM