KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSE Market Lens: 2,000થી વધુ શેરનું સ્ક્રીનિંગ અને એનાલિસિસ હવે એક જ પ્લેટફોર્મ પર

National Stock Exchange of India (NSE)એ લિસ્ટેડ કંપનીઓમાંથી યોગ્ય શેર પસંદ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવું સ્ટોક સ્ક્રીનિંગ ટૂલ ‘Market Lens’ લોન્ચ કર્યું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NSE- Marketlens
NSE- Marketlens

ભારતીય સ્ટોક માર્કેટમાં હજારો લિસ્ટેડ કંપનીઓમાંથી યોગ્ય શેર પસંદ કરવો રોકાણકારો માટે ઘણી વખત પડકારજનક બને છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે National Stock Exchange of India (NSE)એ નવું સ્ટોક સ્ક્રીનિંગ ટૂલ ‘Market Lens’ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો 2,000થી વધુ Shareને અલગ-અલગ ફિલ્ટર અને માર્કેટ ડેટાના આધારે સ્ક્રીન કરી શકશે. NSEનું આ ટૂલ હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.

 

શું છે NSE Market Lens?

 

Market Lens એક સ્ટોક સ્ક્રીનિંગ પ્લેટફોર્મ છે, જે રોકાણકારોને મોટી સંખ્યામાં લિસ્ટેડ કંપનીઓમાંથી પોતાની રોકાણ જરૂરિયાત મુજબ શેર શોધવામાં મદદ કરશે. રોકાણકારો અલગ-અલગ માપદંડો જેમ કે કંપનીની વૃદ્ધિ, કમાણી, વેલ્યુએશન, ડિવિડન્ડ અને શેરના મોમેન્ટમના આધારે કંપનીઓની પસંદગી કરી શકે છે. આ ઉપરાંત પ્લેટફોર્મમાં વિવિધ માર્કેટ એનાલિટિક્સની સુવિધા પણ આપવામાં આવી છે.

 

સેક્ટર આધારે શેરની શોધી શકાશે

 

Market Lensમાં રોકાણકારો સેક્ટર પ્રમાણે પણ શેર શોધી શકશે. પ્લેટફોર્મમાં બેન્કિંગ, ફાર્મા અને બાયોટેકનોલોજી, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ, ઓટો કમ્પોનન્ટ્સ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, સિમેન્ટ, મેટલ્સ, IT સર્વિસિસ અને માઇનિંગ જેવા અનેક સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર માત્ર IT સર્વિસ કંપનીઓમાં રસ ધરાવે છે, તો તે સેક્ટર ફિલ્ટરનો ઉપયોગ કરીને સંબંધિત શેરોની યાદી મેળવી શકે છે. NSE અનુસાર Market Lensમાં ઇક્વિટી શેર માટે એડવાન્સ સ્ક્રીનિંગ સુવિધા આપવામાં આવી છે.

 

આ પ્લેટફોર્મ પર કેટલાક તૈયાર સ્ક્રીન પણ ઉપલબ્ધ છે. આમાં મુખ્યત્વે Growth at a Discount, Income + Safety, Momentum + Breakout, Quality & Safety, Value Growth જેવા સ્ક્રીનનો સમાવેશ થાય છે. આ સ્ક્રીન રોકાણકારોને ગ્રોથ, વેલ્યુએશન, આવક અને મોમેન્ટમ જેવા પરિબળોના આધારે શેર શોધવામાં મદદ કરી શકે છે.

 

રોકાણકારો માટે ખાસ સ્ક્રીન

 

Market Lensમાં કેટલીક ખાસ સ્ક્રીન પણ આપવામાં આવી છે:

 

Low Price + High EPS

ઓછા ભાવ સાથે મજબૂત Earnings Per Share ધરાવતા શેર શોધવામાં મદદ કરે છે.

 

High Promoter Holding + High EPS Growth

આ સ્ક્રીનમાં 308 શેર સામેલ છે, જેમાં વધુ પ્રમોટર હોલ્ડિંગ અને EPS ગ્રોથ પર ધ્યાન આપવામાં આવે છે.

 

High Dividend Cover + Low Price

આ સ્ક્રીનમાં 38 શેર સામેલ છે, જે ડિવિડન્ડ ક્ષમતા અને ઓછા ભાવના આધારે પસંદગી કરે છે.

 

High P/E + Low Price

આ સ્ક્રીનમાં 144 શેર સામેલ છે, જેમાં ઓછા ભાવ પરંતુ ઊંચા P/E ધરાવતી કંપનીઓ જોવા મળે છે.

 

High Dividend Payout + Low P/E

આ સ્ક્રીન ડિવિડન્ડ આપતી અને ઓછા P/E ધરાવતી કંપનીઓ શોધવામાં મદદ કરી શકે છે.

 

રોકાણકારો માટે કેમ મહત્વપૂર્ણ?

 

ભારતીય શેરબજારમાં હજારો કંપનીઓમાંથી યોગ્ય શેર પસંદ કરવા માટે રોકાણકારોને ઘણીવાર સમય અને વિશ્લેષણની જરૂર પડે છે. Market Lens દ્વારા રોકાણકારો મોટી સંખ્યામાં શેરમાંથી પોતાની રોકાણ વ્યૂહરચના મુજબ પસંદગી કરી શકશે. જોકે, NSEએ સ્પષ્ટ કર્યું છે કે આ ટૂલ હાલમાં Beta Mode પર છે અને ભવિષ્યમાં તેમાં નવા ફીચર્સ ઉમેરાઈ શકે છે. આ ટૂલનો મુખ્ય હેતુ રોકાણકારોને શેરની વિશાળ શ્રેણીમાંથી તેમની જરૂરિયાત મુજબની કંપનીઓ ઝડપથી શોધવામાં મદદ કરવાનો છે.


આ પણ વાંચો: NSE IPO Listing: 24 સપ્ટેમ્બરે શેરબજારમાં એન્ટ્રી, GMPમાં ઘટાડા છતાં રોકાણકારોની નજર લિસ્ટિંગ ગેઇન પર


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM