KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23,600 પર ટકવું પડશે

નિફ્ટીમાં તેજીના સંકેત આપવાના કેસમાં મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્રારંભમાં સુધારો બતાવી રહ્યું છે

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Nifty
AI GENERATED IMAGE

અમદાવાદઃ શેરબજાર માટે આગામી સપ્તાહે જોઈએ તો નિફ્ટી માટે 23,000થી 23,050નું સ્તર મહત્વનું રહેશે. આ અંગે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટીએ જો ઉપરની તરફ આગળ વધવું હોય તો 23,500 અને 23,600 પર નિર્ણાયક રીતે ટકવું પડશે પછી જ તે આગળ વધી શકશે.  પછી ઇન્ડેક્સ 23,000 કે 23,600 ઉપર રહેવાની સંભાવના છે.


તેમણે આગળ જણાવ્યું હતું કે નિફ્ટીમાં તેજીના સંકેત આપવાના કેસમાં મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્રારંભમાં સુધારો બતાવી રહ્યું છે. ઇન્ડેક્સ હજી પણ ટૂંકા અને લાંબા સમયગાળા માટે મૂવિંગ એવરેજીસથી નીચે કારોબાર કરી રહ્યો છે. તેની સરેરાશ હજી નીચી છે, એટલે કે બ્રોડર માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ નબળું છે.


નિફ્ટી સળંગ છઠ્ઠા સપ્તાહે ઘટીને બંધ આવ્યો. જો કે આ દરમિયાન ઘટાડો ફક્ત 0.22 ટકા જ રહ્યો. વાસ્તવમાં કેટલાક દિવસોથી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી. નિફ્ટી 15 સપ્ટેમ્બરે નોંધાયેલા 23,119ના ક્લોઝિંગના મુકાબલે સતત ત્રણ દિવસની વૃદ્ધિ પછી 23,350ની નજીક આવ્યો છે. આ સંજોગોમાં બજારની નજર આગામી સપ્તાહ પર છે, બજાર રિકવરી જારી રાખે છે કે નહીં તેના પર નજર છે.


આગામી દિવસોમાં નિફટી માટે 23,000-23,050નું ક્ષેત્ર અત્યંત મહત્વનું છે. આ પાછલા સ્વિંગ લો અને છેલ્લી તેજીના 61.8 ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ નજીક છે. હવે આ સપાટી જાળવી રાખવી અને તેના પર જ રહેવું તે રિકવરી જાળવી રાખવા માટે મહત્વનું રહેશે.


ઉપરની તરફ 23,450 અને 23,500નું તત્કાળ પ્રતિકારક સપાટી તરીકે કામ કરી શકે છે. આ દસ દિવસની ઇએમએની નજીક છે. હવે જો 23,500ની ઉપર સતત ટકી રહેવામાં આવે તો નિફ્ટીને લઈને તેજીના સેન્ટિમેન્ટ મજબૂત થઈ શકે છે. તેના કારણે 23,600ના ઉપર બ્રેકઆઉટની સંભાવનામાં વધારો થાય છે.


દૈનિક આરએસઆઈ ઓવરસોલ્ડ ક્ષેત્રથી ઉપર આવ્યો છે. તેમા તેજીના ક્રોસઓવર થયો છે. તેનાથી સંકેત મળ્યા છે કે હાલમાં ચાલતા ઘટાડાની તીવ્રતા ઘટી છે. તેથી ટૂંકા સમયગાળામાં રિકવરી જારી રહી શકે છે.


આ પણ જુઓ


 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM