KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

બેન્કે તેના ટોચના હોદ્દા માટે બે ઉમેદવારોના નામ રિઝર્વ બેન્કને મોકલી આપતા રોકાણકારોમાં સંદેશ ગયો છે કે કંપનીની ટોચના સ્તર પર નિમણૂકની કટોકટી દૂર કરવા નિર્ણાયક પગલાં લઈ રહી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
HDFC Bank

અમદાવાદઃ HDFC બેન્કનો શેર તળિયેથી ત્રણ ટકા ઉચકાયો હતો. કંપનીના શેરનો ભાવ બીએસઈ પર ગઇકાલના 708 રૂપિયાના બંધ સામે 722 રૂપિયા ખૂલ્યો હતો અને તેણે 730.75ની હાઈ બનાવી હતી.  બેન્કે તેના ટોચના હોદ્દા માટે બે ઉમેદવારોના નામ રિઝર્વ બેન્કને મોકલી આપતા રોકાણકારોમાં સંદેશ ગયો છે કે કંપનીની ટોચના સ્તર પર નિમણૂકની કટોકટી દૂર કરવા નિર્ણાયક પગલાં લઈ રહી છે. રોકાણકારોનો તેમા હકારાત્મક સંકેત મળ્યો છે. HDFC બેન્કના બોર્ડે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરુચા અને કે બાલાસુબ્રમણ્યમના નામ સિટી ચીફ કંટ્રી ઓફિસરને મોકલી આપ્યા છે. બેમાથી એક નામને રિઝર્વ બેન્ક વડા તરીકે મંજૂર કરશે, એમ અહેવાલે જણાવ્યું હતું.

રિઝર્વ બેન્ક ખાનગી ક્ષેત્રની બેન્કના ટોચના વડા માટે સામાન્ય રીતે બે નામ મંગાવે છે. તેમાથી જે નામ ફિટ એન્ડ પ્રોપરના ક્રાઇટેરિયામાં વધારે ફિટ થતું લાગતુ હોય તેના પર મંજૂરીની મહોર મારે છે. HDFC બેન્કના બોર્ડે શનિવારે બે ઉમેદવારોના નામ પસંદ કર્યા હતા. રિઝર્વ બેન્ક તેના પછી ત્રણ વર્ષ માટે નિમણૂક કરે છે. તેને યોગ્ય લાગે તો તેને બીજા ત્રણ વર્ષ માટે બહાલી પણ આપી શકે છે.

બોર્ડે આ ઉપરાંત અન્ય મહત્વના નિર્ણય પણ લીધા હતા. તેમા એડિશનલ પૂર્ણકાલીન ડિરેક્ટરની એડિશનલ પોઝિશનની પણ વાત હતી, જેથી ભવિષ્યમાં આ પ્રકારના હોદ્દા માટે પહેલેથી જ આગોતરુ આયોજન રાખી શકાય. બોર્ડે આ હોદ્દા માટે ટાટાની ડબલ્યુટીડી તરીકે અને વી શ્રીનિવાસ રંગનની ડબલ્યુટીડી તરીકે નિમણૂક કરી હતી.

લખાણ તૈયાર કરવામાં આવ્યું તે સમયે શેરમાં કુલ 233.86 લાખ શેરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ટ્રેડિંગનું કુલ મૂલ્ય ₹1,697.92 કરોડ હતું. કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹11.19 લાખ કરોડ રહ્યું હતું. NSE પર શેરની લોઅર પ્રાઇસ બેન્ડ ₹637.35 અને અપર પ્રાઇસ બેન્ડ ₹779.05 નક્કી કરવામાં આવી છે. જ્યારે શેરનો Adjusted P/E Ratio 13.62 રહ્યો હતો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM