KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે

HDFC Bankના શેરે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે

KuberaNow
desk@kuberanowPublished On : 27 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
રોકાણકાર જ્વલંત નટવરલાલ સોનેજીએ બેન્ક અને તેના બે ડિરેક્ટર સામે સિક્યોરિટીઝ ફ્રોડ ક્લાસ એક્શન ફ્રોડ કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કર્યો
રોકાણકાર જ્વલંત નટવરલાલ સોનેજીએ બેન્ક અને તેના બે ડિરેક્ટર સામે સિક્યોરિટીઝ ફ્રોડ ક્લાસ એક્શન ફ્રોડ કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કર્યો AI Generated Image

મુંબઈઃ શેરબજારની નબળી સ્થિતિ વચ્ચે HDFC Bankના શેરમાં ઘટાડો જારી રહ્યો હતો. તેનો શેર ગુરુવારે બે ટકાથી પણ વધુ ઘટ્યો હતો અને તેણે બે વર્ષનું નવું તળિયું બનાવતા નીચામાં 710 રૂપિયાનો ભાવ નોંધાવ્યો હતો. જ્યારે અગાઉનો બંધ 727.10 રૂપિયા હતો.  અમેરિકામાં બેન્ક સામે કેસ થતાં તેના એક્ઝિક્યુટિવ પર ગેરમાર્ગે દોરતા ડિસ્ક્લોઝર અને સંચાલકીય ક્ષતિ બદલ કેસ થતાં તેનો શેર ઘટ્યો છે.


રોકાણકાર જ્વલંત નટવરલાલ સોનેજીએ બેન્ક અને તેના બે ડિરેક્ટર સામે સિક્યોરિટીઝ ફ્રોડ ક્લાસ એક્શન ફ્રોડ કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કર્યો છે. તેમણે મે 2026થી 17 જુલાઈ વચ્ચે બેન્કના શેરો ખરીદનારા શેરધારકો વતી આ કેસ દાખલ કર્યો છે.


આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેન્કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને કરેલી ચૂકવણીને માર્કેટિંગ ખર્ચ તરીકે દર્શાવી છે. જ્યારે વાસ્તવમાં સ્ટેટ એજન્સીને બીજા થાપણદારો કરતાં ઊંચા દરે વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. શેરના ભાવમાં ઘટાડો થયા પછી બેન્કના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં આ પ્રકારના કેસો સામાન્ય છે. બેન્ક સામે કરવામાં આવેલા દાવામાં કોઈ મેરિટ નથી અને બેન્ક તેનો મક્કમ રીતે પ્રતિકાર કરશે.


અમેરિકામાં કંપનીના શેરના ભાવમાં ઘટાડો થાય તેના પછી શેરધારકો દ્વારા આ પ્રકારના કેસો દાખલ કરવા સામાન્ય છે. અમેરિકામાં લિસ્ટેડ હોય તેવી કેટલીય કંપનીઓ આ પ્રકારના કેસોનો સામનો કરે છે. બેન્કના શેરે બીએસઇ પર આજે તેનું બે વર્ષનું તળિયુ 710 રૂપિયા બનાવ્યું હતું. દિવસના અંતે બે ટકાથી પણ વધુ ઘટી 712 પર બંધ આવ્યો હતો. આમ 2026માં બેન્કનો શેર 26 ટકા ઘટ્યો છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 10.95 લાખ કરોડ રૂપિયા છે.


બેન્કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 19,060 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આમ તેમણે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ગયા વર્ષના 18,155 કરોડની તુલનાએ પાંચ ટકાનો વધારો નોંધાવ્યો હતો. બેન્કની ચોખ્ખી વ્યાજ આવક સાત ટકા વધીને રૂ. 33,534 કરોડ થઈ હતી. જ્યારે એસેટ્સ પરનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.26 ટકા હતો. બેન્કની એનપીએ 1.4 ટકાથી ઘટી 1.17 ટકા થઈ હતી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM