KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSEનો IPO 17 સપ્ટેમ્બરે આવશે

દેશના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જનો મોસ્ટ અવેટેડ IPO 17 સપ્ટેમ્બરે રોકાણકારો માટે ખુલશે. ₹1,700થી ₹1,785 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ ધરાવતો આ ઇશ્યૂ સંપૂર્ણપણે Offer for Sale રહેશે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે IPOનું કુલ કદ આશરે ₹22,568.94 કરોડ થશે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NSE IPO
NSE IPOAI Generated Image

NSE IPO: દેશના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જનો મોસ્ટ અવેટેડ IPO 17 સપ્ટેમ્બરે રોકાણકારો માટે ખુલશે. ₹1,700થી ₹1,785 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ ધરાવતો આ ઇશ્યૂ સંપૂર્ણપણે Offer for Sale રહેશે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે IPOનું કુલ કદ આશરે ₹22,568.94 કરોડ થશે.


NSEના લિસ્ટિંગનો માર્ગ મોકળો

 

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો નેશનલ સ્ટોક એક્સચેન્જનો IPO 17 સપ્ટેમ્બરે રોકાણકારોના સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ત્રણ દિવસનો આ જાહેર ઇશ્યૂ 21 સપ્ટેમ્બરે બંધ થશે. IPO પહેલાં 16 સપ્ટેમ્બરે એન્કર રોકાણકારો માટે બિડિંગ યોજાશે.

 

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ NSEએ IPO માટે પ્રતિ શેર ₹1,700થી ₹1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 8 શેર રાખવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારે ઉપલા પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ઓછામાં ઓછું ₹14,280નું રોકાણ કરવું પડશે. નીચલા પ્રાઇસ બેન્ડે આ રકમ ₹13,600 થશે.

 

સંપૂર્ણ ઇશ્યૂ Offer for Sale

 

NSEનો IPO સંપૂર્ણપણે Offer for Sale એટલે કે OFS આધારિત રહેશે. તેના હેઠળ હાલના શેરધારકો કુલ 12,64,36,650 ઇક્વિટી શેર વેચાણ માટે મૂકશે. IPOમાં કોઈ નવા શેર જારી કરવામાં નહીં આવે, તેથી કંપનીને ઇશ્યૂમાંથી સીધી મૂડી પ્રાપ્ત થશે નહીં. સમગ્ર રકમ શેર વેચતા વર્તમાન શેરધારકોને મળશે. અગાઉ IPO હેઠળ લગભગ 14.9 કરોડ શેર વેચવાની યોજના હતી. જોકે હવે OFSનું કદ ઘટાડવામાં આવ્યું છે. તેના કારણે અંદાજિત ₹30,000 કરોડના પ્રારંભિક ઇશ્યૂની સરખામણીએ IPOનું કદ ઘટ્યું છે.

 

₹22,568.94 કરોડનો IPO

 

₹1,785ના ઉપલા પ્રાઇસ બેન્ડ પ્રમાણે NSE IPOનું કુલ કદ આશરે ₹22,568.94 કરોડ થશે. IPO પૂર્ણ થયા બાદ NSEના શેરનું બજારમાં લિસ્ટિંગ થશે. ભારતના મૂડીબજાર માટે આ લિસ્ટિંગ ઐતિહાસિક બની શકે છે, કારણ કે NSE દેશનું અગ્રણી શેર અને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે.


આ પણ વાંચો: શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યુ



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM