KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSEનો IPO સપ્ટેમ્બરના બીજા ભાગમાં આવી શકે

NSE ઓગસ્ટના અંત સુધીમાં તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ માટે સેબીની મંજૂરીની આશા રાખે છે. આ મંજૂરી પછી નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) નો IPO સપ્ટેમ્બરના બીજા ભાગમાં આવી શકે છે

KuberaNow
desk@kuberanowUpdated On : 27 Aug 2026
WhatsAppFacebookXLinkedIn

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)  નો IPO સપ્ટેમ્બરના બીજા ભાગમાં આવી શકે છે. NSE ઓગસ્ટના અંત સુધીમાં તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ માટે સેબીની મંજૂરીની આશા રાખે છે, એમ આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું છે.


NSE તેના શેરને હરીફ BSE લિમિટેડ પર લિસ્ટ કર્યા પછી તેના પોતાના પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવાની મંજૂરી આપી શકે છે, આ પગલું આખરે ટ્રેડિંગ વોલ્યુમમાં ફેરફાર કરી શકે છે અને NSE ના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સ્ટોકના સમાવેશ માટે માર્ગ મોકળો કરી શકે છે.


વૈશ્વિક રોકાણકારો સાથે ચર્ચા 

એક્સ્ચેન્જના પ્રસ્તાવિત IPO માટે તાજેતરના રોડ શો દરમિયાન વૈશ્વિક રોકાણકારો સાથે આ શક્યતાની ચર્ચા કરવામાં આવી હતી. તેમા દરખાસ્ત હેઠળ NSE શેર "વેપાર કરવાની પરવાનગી"ની શ્રેણીમાં વેપાર કરી શકે છે, પછી ભલેને તેનું લિસ્ટિંગ BSE પર થાય.


પોતાના પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે સેબીની મંજૂરીની જરૂર
હાલના નિયમો સ્ટોક એક્સ્ચેન્જના સ્વ-લિસ્ટિંગ માટે જોગવાઈ કરતાં નથી. તેથી NSEએ તેના શેરને પોતાના જ પ્લેટફોર્મ પર ટ્રેડ કરવાની મંજૂરી આપવા માટે સેબીની મંજૂરી લેવાની જરૂર પડશે, એમ આ અંગેની જાણકારી ધરાવનારાઓએ જણાવ્યું હતું. આ મંજૂરી વગર NSE પોતાના જ પ્લેટફોર્મ પર શેરનું લિસ્ટિંગ નહીં કરાવી શકે. આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને આવું કોઈપણ પગલું છેલ્લે નિયમનકારી મંજૂરી પર આધાર રાખશે, એમ લોકોએ જણાવ્યું હતું. NSEના પ્રતિનિધિઓએ આ અંગેની પૂછપરછનો જવાબ આપ્યો નથી.


પરમિટ ટુ ટ્રેડ ફ્રેમવર્ક હેઠળ મંજૂરી મળી શકે
NSEની વેબસાઇટ મુજબ પરમિટ ટુ ટ્રેડ ફ્રેમવર્ક સિક્યોરિટીઝને ઔપચારિક રીતે લિસ્ટેડ થયા વગર NSE પર ટ્રેડ કરવાની મંજૂરી આપે છે, તેમના પાલન અને ડિસ્ક્લોઝરની જવાબદારી યથાવત્ છે. NSEએ 2019માં ઇન્ડેક્સમાં પાત્રતા નિયમોમાં સુધારો કર્યો હતો, જેથી આવી સિક્યોરિટીઝ ભારતના સૌથી વધુ અનુસરવામાં આવતા ગેજ અને નિફ્ટી ઇન્ડેક્સમાં સમાવેશ માટે લાયક ઠરી શકે. અગાઉ ફક્ત ઔપચારિક રીતે લિસ્ટેડ અને એક્સ્ચેન્જ પર ટ્રેડ થતાં શેર જ પાત્ર હતા.

હાલમાં લગભગ 250 કંપનીઓ NSE પર લિસ્ટેડ નથી તે હાલમાં તેના પ્લેટફોર્મ પર પરમિટ-ટુ-ટ્રેડ શ્રેણી હેઠળ વેપાર કરે છે. તેમા ઇલાન્ટાસ બેક ઇન્ડિયા લિમિટેડ, ગૂડયર ઇન્ડિયા લિમિટેડ અને નોવાર્ટિસ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા NSE શેરને બંને એક્સ્ચેન્જો પર લિક્વિડિટીનો એક્સેસ આપી શકે છે. જ્યારે BSE મુખ્ય લિસ્ટિંગ માર્કેટ હશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM