KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો 500 કરોડનો IPO 27 ઓગસ્ટના રોજ ખૂલશે

કંપની રોકાણકારોને પાંચ રૂપિયાની મૂળ કિંમતે 78થી 82 વચ્ચેની રેન્જના ભાવમાં 24.35 કરોડ શેર ઓફર કરશે

KuberaNow
desk@kuberanowUpdated On : 27 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
કંપનીનો IPO મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યો ત્યારે (ડાબેથી) સીએફઓ હેમંત ભુવનિયા, એમડી દેવેન્દ્ર ગોયલ અને પૂર્ણકાલીન ડિરેક્ટર જય ગોયલ
કંપનીનો IPO મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યો ત્યારે (ડાબેથી) સીએફઓ હેમંત ભુવનિયા, એમડી દેવેન્દ્ર ગોયલ અને પૂર્ણકાલીન ડિરેક્ટર જય ગોયલAI Generated

મુંબઈઃ લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો 24.35 કરોડ ઇક્વિટી શેરનો  આઇપીઓ 27 ઓગસ્ટના રોજ ખૂલશે અને 31મી ઓગસ્ટના રોજ પૂરો થશે. કંપની પાંચ રૂપિયાની મૂળકિંમતે 78થી 82ની વચ્ચેની રેન્જના ભાવમાં આ શેર ઓફર કરશે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 182 શેર માટે અરજી કરી શકશે. કંપની આ આઇપીઓ દ્વારા 500 કરોડની રકમ એકત્રિત કરશે.


જો કે આ આઇપીઓમાં 200 કરોડ પ્રમોટર દેવેન્દ્ર ગોયલ અને જય ગોયલ દ્વારા ઓફર ફોર સેલના રૂટે ઓફર કરાશે. આ આઇપીઓ પેટે મળનારી રકમમાંથી 337 કરોડનો ઉપયોગ સંપૂર્ણ કે અંશતઃ ઋણ ચૂકવણી માટે કરવામાં આવશે. કંપની આ ઉપરાંત 15 કરોડ જેટલી રકમ ઇક્વિપમેન્ટ ખર્ચવા પાછળ કરશે. તેમા ઇક્વિપમેન્ટ એન્ડ મશીનરી, સિવિલ વર્ક અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આ આઇપીઓ લઈ આવી રહી છે.


કંપની ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇપીસી) પ્લેયર છે. કંપની કંડક્ટર, પાવર કેબલ્સ, ઇલેક્ટ્રિકલ વાયર્સ અને અન્ય સ્પેશ્યલાઇઝ્ડ પ્રોડક્ટ્સ તથા ઉપકરણો ભારતના વિકસી રહેલા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઉદ્યોગને પૂરા પાડે છે. આ ઉપરાંત તે હાઈ ટેમ્પરેચર લો-સેગ (HTLS)ની પૂરી પાડે છે.


કંપની કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, જેકસન લિમિટેડ, વરોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિમિટેડ, કે.જી.એન. ઇલેક્ટ્રિકલ્સ, ડબલ્યુઆરએસએસ એક્સએક્સઆઈ (એ) ટ્રાન્સ્કો લિમિટેડ, મોન્ટે કાર્લો લિમિટેડ અને આર એસ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને કન્ડક્ટર્સ, પાવર કેબલ્સ અને અન્ય સ્પેશ્યલાઇઝ્ડ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. આ ઉપરાંત કંપની અમેરિકા, માલી, બુર્કિનાફાસો, નેપાળ, બાંગ્લાદેશ, કેન્યા, ઘાના, રવાન્ડા, ઇથિયોપિયા અને કોટ ડી લ્વોઇરમાં પણ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને તેના ઉત્પાદનો પૂરા પાડે છે.


મોતીલાલ ઓસ્વાલ આ આઇપીઓના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. જ્યારે જેએમ ફાઇનાન્સિયલ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ ઓફરના બૂક રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ ઓફરની રજિસ્ટ્રાર છે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE  અને NSE બંને પર થશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM