KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

‘હનુમાન અંશ’નો ચમત્કાર: રૂ. 40.13 કરોડની કમાણી સાથે 2026ની કમબેક સ્ટોરીમાંની એક બની

અંદાજે રૂપિયા 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતના નેટ કલેક્શનમાં રૂપિયા 40 કરોડનો આંકડો પાર કરીને રોકાણની સરખામણીએ અસાધારણ સફળતા મેળવી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 31 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
HanumanAnsh Film
HanumanAnsh Box Office CollectionAI Generated Image

શરૂઆતના બે અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર લગભગ નિષ્ફળ જણાતી આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ હવે વર્ષના સૌથી ચોંકાવનારા ‘વર્ડ-ઓફ-માઉથ’ હિટ્સમાં સ્થાન બનાવી રહી છે. વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત આ ફિલ્મે રિલીઝના 24મા દિવસે ભારતમાં રૂ. 12.75 કરોડની નેટ કમાણી કરીને અત્યાર સુધીનો એક દિવસનો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો છે.


7 ઓગસ્ટ, 2026ના રોજ થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મે પ્રથમ દિવસે માત્ર રૂ. 10 લાખની આવક સાથે અત્યંત નબળી શરૂઆત કરી હતી. પ્રથમ બે અઠવાડિયામાં ફિલ્મની કુલ કમાણી રૂ. 1.48 કરોડ સુધી જ સીમિત રહી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વધતા સકારાત્મક પ્રતિસાદ અને દર્શકો વચ્ચે મૌખિક પ્રચારથી ફિલ્મને ત્રીજા અઠવાડિયામાં અણધાર્યો વેગ મળ્યો છે. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણીમાં તેજી જોવા મળી છે. તેજીનાં કારણે  24મા દિવસ સુધીમાં ‘હનુમાન અંશ’નું ભારતનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 40.13 કરોડે પહોંચી ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન રૂ. 47.33 કરોડ નોંધાયું છે. ફિલ્મ 24મા દિવસે દેશભરમાં 5,363 શોમાં ચાલી હતી.


HanumanAnsh Film


શરૂઆતમાં ધીમો પ્રતિસાદ

‘હનુમાન અંશ’નું પ્રારંભિક બોક્સ ઓફિસ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ફિલ્મને પ્રથમ સપ્તાહમાં રૂ. 1.08 કરોડ અને બીજા સપ્તાહમાં માત્ર રૂ. 40 લાખની આવક થઈ હતી. એટલે કે, બે સપ્તાહનો કુલ આંકડો રૂ. 1.48 કરોડ રહ્યો હતો. પરંતુ 17મા દિવસથી ફિલ્મની દિશા બદલાઈ ગઈ. તે દિવસે ફિલ્મે રૂ. 2.20 કરોડની કમાણી કરી અને ત્યારબાદ સતત દર્શકવર્ગ વધતો ગયો. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે એકલા રૂ. 10.40 કરોડનો વ્યવસાય કર્યો, જે તેની શરૂઆતની આવકની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે.


24મા દિવસે રૂ. 12.75 કરોડની કમાણી અગાઉના દિવસના રૂ. 9.25 કરોડની તુલનાએ આશરે 37.8% વધુ છે. મહત્વનું છે કે, સામાન્ય રીતે ફિલ્મો રિલીઝ પછીના દિવસોમાં ધીમે ધીમે કમાણીનો ગ્રોથ ગુમાવતી હોય છે; જ્યારે ‘હનુમાન અંશ’માં રિલીઝના ત્રીજા-ચોથા સપ્તાહ દરમિયાન જ દર્શકોનો રસ વધી રહ્યો છે. લગભગ રૂ. 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતના નેટ કલેક્શનમાં રૂ. 40 કરોડનો આંકડો પાર કરીને રોકાણની સરખામણીએ અસાધારણ સફળતા મેળવી છે. જોકે, ફિલ્મનો અંતિમ થિયેટ્રિકલ વ્યવસાય હજુ વધવાની શક્યતા છે, કારણ કે તે હજુ પણ મોટા પ્રમાણમાં શો મેળવી રહી છે.


સપ્તાહવાર બોક્સ ઓફિસ કલેક્શન

સમયગાળો     ભારતમાં નેટ કલેક્શન

સપ્તાહ 1            રૂ. 1.08 કરોડ

સપ્તાહ 2            રૂ. 0.40 કરોડ

સપ્તાહ 3            રૂ. 10.40 કરોડ

કુલ 24 દિવસ  રૂ. 40.13 કરોડ

 

HanumanAnsh Film



નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત કથા

‘હનુમાન અંશ’ નીમ કરોલી બાબા—જેમને તેમના અનુયાયીઓ પ્રેમથી મહારાજ-જી તરીકે ઓળખે છે—ના જીવન અને આધ્યાત્મિક સંદેશથી પ્રેરિત ફિલ્મ છે. ફિલ્મની કથા મુજબ, એક શોકગ્રસ્ત બાળક તેની સ્વર્ગસ્થ માતાને મળવા માટે ભગવાનની શોધમાં નીકળે છે. આ આધ્યાત્મિક સફરમાં તે માનવસેવા, પ્રેમ, ભોજન અને નિઃશબ્દ આશીર્વાદના ચમત્કારોનો અર્થ સમજે છે અને ‘હનુમાન અંશ’ તરીકે વિકસે છે. શરૂઆતમાં ઓછા પ્રચાર અને મર્યાદિત ઓપનિંગ છતાં, સોશિયલ મીડિયા પર મળેલા સકારાત્મક પ્રતિસાદે ફિલ્મની પહોંચ વિસ્તારી છે.


ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નોંધપાત્ર સંકેત

‘હનુમાન અંશ’નું ઉત્તમ પ્રદર્શન ફરી એકવાર દર્શાવે છે કે નાની બજેટની ફિલ્મ માટે માત્ર ઓપનિંગ કલેક્શન જ સફળતાનું અંતિમ માપદંડ નથી. યોગ્ય વિષયવસ્તુ, દર્શકો સાથેનો ભાવનાત્મક સંબંધ અને મજબૂત મૌખિક પ્રચાર ફિલ્મને મોડેથી પણ મોટી સફળતા અપાવી શકે છે. 24 દિવસમાં રૂ. 40.13 કરોડના નેટ કલેક્શન સાથે ‘હનુમાન અંશ’ હવે માત્ર એક આધ્યાત્મિક ફિલ્મ નહીં, પરંતુ 2026ની બોક્સ ઓફિસ પરની સૌથી નોંધપાત્ર કમબેક સ્ટોરીઝમાંની એક બની છે.

 

આ પણ વાંચો: Toxicને બોક્સ ઓફિસ પર મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, ₹100 કરોડનો આંકડો પાર


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM