KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

coal gasification : હવે કોલસામાંથી બનાવાશે ગેસ, ગેસ-યુરિયાની અછત દૂર થશે

અદાણી એન્ટરપ્રાઈઝ કોલ ગેસિફિકેશનમાં કરશે પ્રવેશ. સરકારની રૂ. 37,500 કરોડની સ્કીમ માટે પાંચ કંપનીઓએ કરી અરજી

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Coal Gasification
સરકારનું ફોકસ એલએનજી, યુરિયા, એમોનિયા અને મેથનોલ જેવા ઉત્પાદનોની આયાત ઘટાડવા પરAI GENERATED IMAGE

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં વ્યાવસાયિસ જહાજોના પરિવહનનું સંકટ ઊભું થયું છે, જેના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ભારત પર પણ તેની ગંભીર અસર થઈ છે.જોકે, હવે સરકારે ઘરેલુ કોલસામાંથી ગેસ અને ઔદ્યોગિક ઈંધણ બનાવવાની યોજના તૈયાર કરી છે. સરકારની રૂ. 37,500 કરોડની આ યોજનામાં અદાણી એન્ટરપ્રાઈઝ અને NTPC સહિત પાંચ કંપનીઓએ રસ દાખવ્યો છે. કેન્દ્ર સરકારને કોલસા ગેસીકરણ યોજનાના પહેલા તબક્કામાં કુલ સાત અરજીઓ મળી છે, જેમાં ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી ત્રણ અલગ અલગ પ્રસ્તાવ મળ્યા છે.


રૂ. 37,500 કરોડની કુલ નાણાકીય જોગવાઈને કેન્દ્રની મંજૂરી

દેશમાં ગેસની માગ અને સપ્લયાને પહોંચી વળવા માટે સરકારે કોલસા અને લિગ્નાઈટમાંથી ગેસ બનાવવાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે આ વર્ષે મે મહિનામાં રૂ.37,500 કરોડની કુલ નાણાકીય જોગવાઈ સાથે આ યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનો આશય ઘરેલુ કોલસાથી ઔદ્યોગિક કાચા માલ અને ઈંધણ તૈયાર કરવાનો છે, જેથી આ વસ્તુઓની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડી શકાય. સરકારનું ફોકસ એલએનજી, યુરિયા, એમોનિયા અને મેથનોલ જેવા ઉત્પાદનોની આયાત ઘટાડવા પર છે. નાણાકીય વર્ષ 2024-25માં આ ઉત્પાદનોની આયાત પર ભારતે અંદાજે રૂ. 2.77 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો.


10 કરોડ ટન કોલસા ગેસિફિકેશનની ક્ષમતા વિકસાવાશે

આ યોજના મારફત કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં દેશમાં 10 કરોડ ટન કોલસા ગેસિફિકેશનની ક્ષમતા વિકસાવવાનું છે. આ યોજના હેઠળ અંદાજે 7.5 કરોડ ટન ક્ષમતા વિકસિત કરવાનું લક્ષ્ય રખાયું છે. સરકારને આશા છે કે આ યોજના અંગત અને સરકારી રોકાણને પ્રોત્સાહન આપશે. તેનાથી અંદાજે 2.5થી 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષી શકાશે.


અદાણી અને તલચર ફર્ટિલાઈઝરે યુરિયા પ્રોજેક્ટ માટે કરી અરજી

કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ યોજના માટે અદાણી અને NTPC ઉપરાંત તલચર ફર્ટિલાઈઝર્સ, ગેલેન્ટ ઈસ્પાત અને શ્યામ સેલ એન્ડ પાવરે પણ અરજી કરી છે. કોલસા મંત્રાલયે જુલાઈમાં આ યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી હતી અને પહેલા તબક્કામાં અરજી કરવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર હતી. કોલ ગેસિફિકેશનમાં મુકેશ અંબાણીએ પણ રસ દર્શાવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝે યુરિયા ઉત્પાદન સંબંધિત ત્રણ અલગ અલગ પ્રોજેક્ટ માટે અરજી કરી છે. ગેલેન્ટ ઈસ્પાતે ડાયરેક્ટ રિડ્યૂસ્ડ આયરન (DRI) અને સિન્થેટિક ગેસ એટલે કે Syngas બનાવવાના પ્રોજેક્નો પ્રસ્તાવ આપ્યો છે.NTPCએ સિન્થેટિક નેચરલ ગેસ (SNG) પ્રોજેક્ટ માટે અરજી કરી છે. શ્યામ સેલ એન્ડ પાવરે પણ SNG ઉત્પાદનના પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તલચર ફર્ટિલાઈઝરે યુરિયા પ્રોજેક્ટ માટે સરકારી સહાય માગી છે.


નેશનલ કોલ ગેસિફિકેશમાટે આઠ પ્રોજેક્ટ પર કામ

કોલસા ગેસિફિકેશન યોજનાને નેશનલ કોલ ગેસિફિકેશન મિશન હેઠળ આગળ વધારવામાં આવી રહ્યું છે. આ પહેલા જાન્યુઆરી 2024માં સરકારે રૂ. 8,500 કરોડની યોજનાને મંજૂરી આપી હતી. આ સિવાય હાલ 8 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. કોલસા અને લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ મોટાપાયા પર રોકાણવાળા પ્રોજેક્ટ છે.


મુકેશ અંબાણીનો રૂ. 2.73 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

કોલ ગેસિફિકેશન સેક્ટરમાં પ્રવેશ કરવા માટે મુકેશ અંબાણી પણ તૈયાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેશને વિદેશી એનર્જી સંકટમાંથી બહાર લાવવા માટે અત્યંત મહત્વાકાંક્ષી યોજના બનાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આંધ્ર પ્રદેશમાં ભારતને પહેલું એકીકૃત અન્ડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન કોમ્પ્લેક્ષ સ્થાપિત કરવા માટે આગામી 30 વર્ષમાં લગભગ રૂ.2.73 લાખ કરોડના રોકાણનો પ્રત્સાવ કર્યો છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM