Castor Export: માલ ખેંચ, નિકાસની માગ અને વાવેતરમાં ઘટાડાથી એરંડામાં વણથંભી તેજી
હાલના સંજોગોમાં એરંડાના વેપારને લાગુ પડતા તમામ સમીકરણો તેજી દર્શાવી રહ્યાં છે. પરંતુ વિતેલા સપ્તાહમાં થયેલા વરસાદ બાદ એરંડાનાં પાકના ચિત્રમાં કેવો બદલાવ આવે છે તેના ઉપર સૌની નજર ટકેલી રહેશે.

ગજરાતીઓમાં કહેવત છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન..! પરંતુ હાલમાં કૄષિ કોમોડિટી (Agri Commodity)ના વેપારીઓ માટે એરંડો કમાણીની બાબતમાં ખરેખર “પ્રધાન” કોમોડિટી સાબિત થઇ રહ્યો છે. ચાર મહિનામાં એરંડાનાં હાજર તથા વાયદાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 1200 રુપિયાનો વધારો જોવા મળ્યો છે.
એરંડાનું વાવેતર ઘટ્યું
મે -2026નાં ત્રીજા સપ્તાહમાં એરંડાના ક્વિન્ટલ દીઠ ભાવ 6470 રૂપિયા હતા. જે વિતેલા સપ્તાહમાં વધીને 7670 રુપિયાની સપાટી વટાવી ગયા હતા. આ વખતે અલ નિનોએ વાવેતર ઉપર વિપરીત અસર કરી છે. આંકડા જોઇએ તો 10 ઓગસ્ટ 2025નાં રોજ ગુજરાતમાં 6.45 લાખ હેક્ટર, રાજસ્થાનમાં 2.60 લાખ હેક્ટર અને આંધ્રપ્રદેશ- તેલંગણાનું મળીને 37000 હેક્ટર મળીને કુલ 9.42 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું હતું. પરંતુ 10 મી ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતમાં 5.98 લાખ હેક્ટર, રાજસ્થાનમાં 2.14 લાખ હેક્ટર તથા આંધ્રપ્રદેશ- તેલંગણાનું 27000 હેક્ટર મળીને કુલ 8.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતા આશરે 11 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ વર્ષનું વાવેતર છેલ્લા પાંચ વર્ષનું સૌથી નીચું રહેવાનો અંદાજ છે.
વર્ષ 2024માં અને વર્ષ 2025માં સિઝનના પ્રારંભે અનુક્રમે 2.20 લાખ ટન અને 2.02 લાખ ટન એરંડાનો સ્ટોક હતો જ્યારે 2026ની સિઝનના પ્રારંભે સ્ટોક માત્ર 90,000 ટનનો હોવાના એટલે કે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઓછો હોવાના સમાચાર આવતા જ બજારમાં તેજીના મંડાણ થયા હતા. એમાં વળી નિકાસની માગ નિયમિત રહી. 2025નાં જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીમાં 486525 ટન એરંડિયાની નિકાસ થઇ હતી જ્યારે 2026નાં જાન્યુઆરી થી ઓગસ્ટના ગાળામાં પણ 485383 ટન કેસ્ટર ઓઇલ (Castor Oil)ની નિકાસ થઇ છે.
એરંડાની બજારમાં આવક
વર્ષ 2026નાં એગમાર્કનેટનાં આંકડા પ્રમાણે મે મહિનામાં 210020 ટન, જૂનમાં 106225 ટન, જુલાઇમાં 63197 ટન અને ઓગસ્ટમાં 35019 ટન એરંડાની હાજર બજારોમાં આવક થઇ છે. જાન્યુઆરીથી થી ઓગસ્ટ સુધીમાં કુલ 954128 ટનની આવકો થઇ ગઇ છે. જે છેલ્લા ચાર વર્ષની આ સમયગાળાની આવકોમાં સૌથી વધારે છે.
હાલના સંજોગોમાં એરંડાના વેપારને લાગુ પડતા તમામ સમીકરણો તેજી દર્શાવી રહ્યાં છે. પરંતુ વિતેલા સપ્તાહમાં થયેલા વરસાદ બાદ એરંડાનાં પાકના ચિત્રમાં કેવો બદલાવ આવે છે તેના ઉપર સૌની નજર ટકેલી રહેશે.
આ પણ વાંચો: Tata Sonsમાં કાયદાકીય લડાઈનાં એંધાણ: ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી શકે Tata Trusts
આ પણ જુઓ:

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

