KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરડીના પાક પર સંકટ, ખાંડની નિકાસ કરતા ભારતે કેમ કરવી પડશે આયાત?

મહારાષ્ટ્રમાં દુષ્કાળના મારથી ખાંડ બજારમાં ખળભળાટ, ખાંડનું ઉત્પાદન 20% ઘટવાની આશંકા

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Maharashtra Drought
AI Generated Image

મુંબઈ : ભારતનું ટોચનું ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર દુષ્કાળની અસરનો સામનો કરી રહ્યું છે, જેની અસર દેશમાં ખાંડના ઉત્પાદન પર પડવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં 2026-27માં શેરડી પિલાણ સત્ર દરમિયાન ખાંડના ઉત્પાદનમાં અંદાજે 20 ટકાનો ઘટાડો આવી શકે છે અને તે ઘટીને અંદાજે 80 લાખ ટન રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં અસાધારણ વરસાદ પડવાના કારણે આગામી ખાંડ સિઝનમાં અંદાજે 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. દેશમાં શેરડીનું ઓછું ઉત્પાદન થવાની સ્થિતિમાં ભારતે સતત બીજા વર્ષે ખાંડની આયાત કરી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.


મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 20 ટકા ઘટવાની સંભાવના

વેસ્ટ ઈન્ડિયા શુગર મિલ્સ એસોસિએશન (WISMA)ના અધ્યક્ષ બી.બી. ઠોંબરે મુજબ ઓછા વરસાદના કારણે શેરડીની ઊપજ ઘટતા અને ખાંડ રિકવરી પર અસર થવાથી ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. શેરડીની ખેતીનું ક્ષેત્રફળ સારું છે, પરંતુ આ વર્ષે શેરડીની પ્રતિ એકર ઉપજમાં 30-40 ટકા અછત આવી શકે છે. મહારાષ્ટ્રમાં 2026-27માંશેરડીના પિલાણ સત્ર દરમિયાન ખાંડ ઉત્પાદનમાં અંદાજે 20 ટકાનો ઘટાડો આવી શકે છે અને શેરડીનું ઉત્પાદન ઘટીને લગભગ 80 લાખ ટન રહી શકે છે. પિલાણમાં જેટલો વધુ વિલંબ થશે, ઉપદમાં ઘટાડો તેટલો જ વધી શકે છે. મહારાષ્ટ્ર દેશના અગ્રણી ખાંડ ઉત્પાદ રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં 2025-26ના પિલાણ સત્ર દરમિયાન અંદાજે 99 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.


દિવાળી સુધીમાં ખાંડના ભાવ સ્થિર રહેશે

હાલ ખાંડના ભાવ અનૂકળ છે અને દિવાળી સુધી તે સ્થિર રહેવાની સંભાવના છે.ખાંડની રિકવરીમાં અછતથી નુકસાનની કેટલીક ભરપાઈ વર્તમાન ખાંડના ભાવથી કરી શકાય છે. ઠોંબરેએ ખાંડને ક્વોટા સિસ્ટમ હેઠળ રિલીઝ કરવાના બદલે સીધા બજારમાં ઠાલલવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. શેરડીની ઉપજમાં અછત, પાણીની સમસ્યા અને પિલાણમાં વિલંબ થવાથી ખેતરોમાં ઊભો પાક વધુ ખરાબ થવાનું જોખમ જોતા WISMAએ ખાંડની મિલોને વહેલા સંચાલન શરૂ કરવા પર ભાર મૂક્યો છે. સંગઠનનું કહેવું છેકે તેનાથી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને થતું સંભવિત નુકસાન ઘટાડી શકાશે.


ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની આશંકા

ભારતમાં 2026-27માં ખાંડની સિઝન દરમિયાન ઉત્પાદનમાં ઘટાડો આવવાની આશંકા છે. અલ નીનોના કારણે પેદા થયેલા શુષ્ક હવામાનની સ્થિતિ શેરડીના પાકને અસર કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ આગામી સિઝનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહી શકે છે. સપ્ટેમ્બર 2027માં સપ્તા થનારી સિઝનમાં ભારતનું સકલ ખાંડ ઉત્પાદન 2.9 કરોડ ટનથી 3.1 કરોડ ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. તેની સરખામણીમાં ઈન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને વર્તમાન સિઝનમાં ઉત્પાદન અંદાજે 3.1 કરોડ ટન રહેવનો અંદાજ વ્યક્ત કર્યો છે.


ભારતે ખાંડની આયાત વધારવી પડશે!

ખાંડના ઉત્પાદનમાં સંભવિત ઘટાડાથી ભારતે આગામી વર્ષે ખાંડની આયાત કરવી પડે તેવી શક્યતાઓ વધી ગઈ છે. ગયા મહિને સરકારે ઘરેલુ બજારમાં વિક્રમી ઊંચા ભાવને નિયંત્રિત કરવા માટે ખાંડની મિલો અને રિફાઈનરીઓને ડ્યુટી ફ્રી કાચી ખાંડની આયાતની મંજૂરી આપી હતી. આ સિવાય ડીલરો અને જથ્થાબંધ વપરાશકારો માટે ખાંડના સ્ટોકની મર્યાદા પણ નિશ્ચિત કરાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતે સતત બીજા વર્ષે ખાંડની આયાત કરવી પડી શકે છે, જેથી સપ્લાય પાઈપલાઈનમાં વર્તમાન સ્ટોકને ફરીથી મજબૂત કરી શકાશે.


જુલાઈથી શરૂ થઈ શકે છે આયાત

કોમોડિટી ટ્રેડિંગ અને સલાહકાર કંપની ગ્રેડિએ્ટ કોમર્શિયલ પ્રા. લિ.ના નિર્દેશક યતિન વાધવાનાએ કહ્યુંકે, ભારતે આગામી વર્ષે પોતાના ક્લોઝિંગ સ્ટોકને ફરીથી વધારવા માટે ખાંડની આયાત કરવી પડી શકે છે. વર્તમાન આયાત ક્વોટા સમાપ્ત થયા પછી ભારત આગામી વર્ષે જુલાઈથી જ ખાંડની આયાત શરૂ કરી શકે છે. વિશેષરૂપે જો 2027-28 સિઝનમાં ઉત્પાદનમાં વધુ ઘટાડો આવે તો આયાત 20 લાખથી 30 લાખ ટન સુધી પહોંચી શકે છે.


વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડાની આશંકા

ખાંડના અગ્રણી ઉત્પાદક દેશો વિશષરૂપે ભારત, બ્રાઝિલ અને થાઈલેન્ડમાં ખરાબ હવામાનની આશંકાઓએ બજારમાં તેજીનું વાતાવરણ બનાવ્યું છે. વરસાદ અને પાકની ઉપજ પર અલ નીનોની સંભવિત અસર ભાવને ટેકો આપનાર એક મહત્વનું પરિબળ બની રહ્યું છે. વૈશ્વિક પૂરવઠાનો અંદાજ સતત નબળો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય શુગર ઓર્ગેનાઈઝેશનને આશા છે કે 2026-27માં વૈશ્વિક ખાંડ ઉત્પાદન વાર્ષિક આધારે 1.15 ટકા ઘટીને 1800 લાખ મેટ્રિક ટન રહી જશે, જેનાથી 2,62,000 મેટ્રિક ટનની અછત થવાનો અંદાજ છે.


અમેરિકન એગ્રી કોમોડિટી રિસર્ચ સંસ્થા સ્ટોનેક્સે પોતાનો ખાંડની અછતનો અંદાજ 5,50,000 મેટ્રિક ટનથી વધારીને 17,00,000 લાખ મેટ્રિક ટડન કરી દીધો છે જ્યારે ગ્રીન પોલે તેને 17.6 લાખ મેટ્રિક ટનથી વધારીને 33 લાખ મેટ્રિક ટન કરી દીધો છે. કોવરિગ એનાલિટિક્સે પણ તેની સરપ્લસનો અંદાજ ઘટાડીને 1,00,000 મેટ્રિક ટન કરી દીધો છે. અમેરિકન કૃષિ વિભાગનો અંદાજ છે કે 2026-27માં વૈશ્વિક ઉત્પાદન 1848.54 લાખ મેટ્રિક ટન થશે, જે વાર્ષિક આધારે 6.5 ટકા ઓછું છે, જ્યારે વપરાશ 0.4 ટકા વધીને 1799.91 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM