KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશના 40 ટકા કોલસા આધારિત વીજ એકમોમાં કોલસાની અછત : સરકારી ડેટા

માત્ર ત્રણ દિવસથી ઓછી વીજળી પેદા થઈ શકે તેટલા કોલસાના જથ્થા સાથે કામ કરતા વીજએકમોની સંખ્યા 74 થઈ

KuberaNow
desk@kuberanowPublished On : 21 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
coal power plants
AI Generated Image

નવી દિલ્હી : ભારતના કોલસા આધારિત વીજ એકમોમાંથી અંદાજે 40 ટકા એકમોમાં કોલસાનો જથ્થો અત્યંત ઓછો છે. અલ નીનોના કારણે ચોમાસાના સમયમાં પણ ગરમી વચ્ચે વીજળીનીમાગ વધવાના કારણે ઈંધણનો જથ્થાની અછત સર્જાઈ હોવાનું સરકારી આંકડા પરથી જણાય છે.


સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ડેટા મુજબ જરૂરી ઈન્વેન્ટરીના 25 ટકાથી ઓછા જથ્થા અથવા ત્રણ દિવસથી પણ ઓછી વીજળી પેદા થઈ શકે તેટલા કોલસાના જથ્થાથી ચાલતા કોલસા આધારિત વીજ એકમોની સંખ્યા વધીને 19 સપ્ટેમ્બરે 74 થઈ ગઈ છે. ગયા સપ્તાહે આ એકમોની સંખ્યા 60 જેટલી હતી.


ભારતની વીજળીની મહત્તમ જરૂરિયાતનો માપદંડ એવી પીક પાવર ડીમાન્ડ ગયા સપ્તાહે 230 ગીગાવોટથી 250 ગીગાવોટ વચ્ચે રહી હતી. પીક પાવર ડીમાન્ડ આ વર્ષે મે મહિનામાં 270.70 ગીગાવોટની સર્વોચ્ચ સપાટીએ હતી.વીજએકમોમાં કોલસાના જથ્થામાં ઘટાડો માળખાગત પૂરવઠા ખેંચના બદલે કામચલાઉ લોજિસ્ટિકલ સમસ્યા છે તેમ ક્રિસિલના વિશ્લેષકોએ જણાવ્યું હતું. ભારતના કોલસા અને રેલવે મંત્રાલયોએ જણાવ્યું હતું કે, અનિયમિત ચોમાસાની મોસમમાં શિપમેન્ટ્સ પર અસર થયા પછી સપ્ટેમ્બરના પ્રારંભમાં વીજ એકમોને પુરવઠો વધારવામાં આવ્યો હતો.


વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે 21 ટકા વધ્યું છે, પરંતુ સ્વચ્છ ઊર્જાની અનિયમિત પ્રકૃતિના કારણે કોલસા આધારિત વીજળીએ 24 કલાક વીજમાગ પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે તેમ ક્રિસિલે જણાવ્યું હતું. દરમિયાન ઈન્ડિયન પાવર પ્રોડ્યુસર્સની કોલસાની આયાત ઓગસ્ટમાં 15 મહિનાની ટોચે પહોંચી હતી. હીટવેવના કારણે વીજળીની માગમાં તિવ્ર વધારો થયો હતો.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM