હાશકારો ! ક્રૂડ ફરી 100 ડોલરની નીચે, બ્રેન્ટ ક્રૂડ $ 98, WTI $ 89 પર પહોંચ્યા
સતત છઠ્ઠા કારોબારી સત્રમાં નરમાઈથી ક્રૂડ 100 ડોલર નીચે ઉતર્યું, 85 ડોલર સુધી પહોંચશે બ્રેન્ટ? જાણો નિષ્ણાતો શું કહે છે?

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત છઠ્ઠા કારોબારી સત્રમાં ઘટાડો યથાવત્ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે 23 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 98 ડોલરની આસપાસ આવી ગયું છે જ્યારે અમેરિકન ક્રૂડ ઓઈલ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયરીઝ (WTI) પ્રતિ બેરલ 90 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા છ કારોબારી સત્રમાં બ્રેન્ટનો ભાવ 9 ટકા જેટલો તૂટ્યો છે. ક્રૂડ ઓઈલમાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની આશા વધી છે. આ સિવાય સાઉદી અરબની પૂર્વ-પશઅચિમ પાઈપલાઈન ફરીથી શરૂ થવાથી સપ્લાય અંગેની ચિંતા પણ આંશિક રીતે ઘટી છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ઓઈલની કિંમતોમાં આવેલા ઘટાડાને હજુ પણ સંકટ ખતમ થવાના સંકેત તરીકે માનવું એ ઘણું ઉતાવળુ છે. બ્રેન્ટ માટે 94થી 95 ડોલરનું સ્તર ઘણું મહત્વનું છે. આ સ્તર ટકી રહેશે તો બ્રેન્ટ ક્રૂડ ફરીથી 102થી 103 ડોલર સુધી જઈ શકે છે. પરંતુ 94 ડોલરનું સ્તર તૂટશે તો બ્રેન્ટમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના મહત્વના કારણ
નિષ્ણાતો મુજબ ક્રૂડ ઓઈલમાં ઘટાડાના ત્રણ મોટા કારણ છે. ઈરાને સંકેત આપ્યા છે કે અમેરિકા સૈન્ય દબાણ ઘટાડે અને નેવીની નાકાબંધી હટાવવાની દિશામાં પગલાં લે તો હોર્મુઝની ખાડીને સાત દિવસમાં ફરીથી ખોલી શકાય છે. આ સિવાય અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાની પ્રતિનિધિઓ સાથે વાતચીત અંગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. જોકે, અમેરિકાએ સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ સંપૂર્ણપણે ખતમ નથી કર્યો.
સાઉદી અરબની ઓઈલ કંપની અરામકોએ પણ પોતાની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન ફરીથી શરૂ કરી દીધી છે. જોકે, આ પાઈપલાઈન હાલમાં ઓછી ક્ષમતા પર ચાલી રહી છે. સાઉદી અરબે ગયા સપ્તાહે હોર્મુઝના માર્ગે પણ અંદાજે દૈનિક 29 લાખ બેરલ ઓઈલનું પરિવહન કર્યું છે. આ ઘટનાઓથી બજારમાં આશા વધી છે કે પશ્ચિમ એશિયામાંથી ઓઈલનો સપ્લાય સુધરી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક સપ્લાય સુધરવાથી વધુ વાતચીત અને સમજૂતીની આશાને બજારે ભાવમાં સામેલ કરી છે. સાઉદી અરબની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન હજુ પણ પૂરી ક્ષમતાથી સંચાલિત નથી થઈ રહી. બીજીબાજુ ઈરાને પણ હોર્મુઝની ખાડી ખોલવાના પ્રસ્તાવમાં કેટલીક આકરી શરતો સામેલ કરી છે. વધુમાં અમેરિકામાં ડીઝલનો ભંડાર પાંચ વર્ષની સરેરાશથી અંદાજે 13 ટકા ઘટ્યો છે.
બ્રેન્ટ ક્રૂડ 94નું સ્તર ગુમાવશે તો 85 સુધી ગગડી શકે
આ બધા કારણોથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ માટે પ્રતિ બેરલ 94થી 95 ડોલરની આજુબાજુ મજબૂત ટેકો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ આ સ્તરથી ઉપર રહેશે તો તેના ભાવ ફરીથી પ્રતિ બેરલ 102થી 103 ડોલર સુધી આવી શકે છે. ત્યાર પછી 105 ડોલર આગામી મહત્વપૂર્ણ સ્તર રહેશે. બીજીબાજુ બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરનું સ્તર ગુમાવશે તો 85 ડોલર સુધી ગગડી શકે છે. બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરનું સ્તર એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી નીચેની તસવીર એકદમ સ્થિતિ બદલી શકે છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ નિર્ણાયકરૂપે 94 ડોલરથી નીચે જાય તો ભાવમાં તિવ્ર ઘટાડો આવી શકે છે. આવી સ્થિતિમાં બ્રેન્ટ પ્રતિ બેરલ 85થી 86 ડોલરના સ્તરે પહોંચી શકે છે. એટલે કે વર્તમાન સ્તરથી ઓઈલમાં આગળની દિશામાં ઘણે અંશે 94થી 95 ડોલરના દાયરામાં રહી શકે છે.
ક્રૂડમાં ઘટાડાથી રૂપિયાને મજબૂતી મળી
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી રૂપિયાને પણ ટેકો મળી રહ્યો છે. રૂપિયો 20 પૈસા મજબૂત થઈને 95.58 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.ડોલરની તુલનાએ રૂપિયા માટે 95.50 અને ત્યાર પછી 95નું સ્તર મહત્વનું છે. બીજીબાજુ 96.30થી 96.50ની આજુબાજુ રિઝર્વ બેન્ક તરફથી મજબૂત હસ્તક્ષેપ જોવા મળી શકે છે. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. એવામાં ક્રૂડ ઓઈલ સસ્તુ રહેવાથી આયાત બિલ અને રૂપિયા પર દબાણ ઓછું થઈ શકે છે.
હવે બજારની નજર અમેરિકાના સાપ્તાહિક ઓઈલ ભંડારના આંકડા અને અમેરિકા-ઈરાનની વાતચીત પર રહેશે. વિશેષરૂપે એ જોવાનું રહેશે કે હોર્મુઝની ખાડી ફરીથી ખોલવા અને નાકાબંધી ઘટાડવાની દિશામાં હકીકતમાં કોઈ પગલાં લેવાય છે કે નહીં અથવા આ મામલો માત્ર વાટાઘાટો પુરતો જ રહેશે તે મોટો સવાલ છે. વાસ્તવિકરૂપે ઓઈલનો સપ્લાય સામાન્ય થતો નહીં દેખાય તો વર્તમાન ઘટાડાને પશ્ચિમ એશિયામાં ઓઈલ સપ્લાયનું સંકટ ખતમ થવાના સંકેત માની શકાય નહીં. હાલ બ્રેન્ટ માટે 94થી 95 ડોલરનું સ્તર આગળની દિશા નિશ્ચિત કરવા માટે મહત્વનું રહેશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
